Pharmagupshup,pharmacy,free gpat material,niper,free niper material, pharma vacancy, pharma jobs, pharmacy seminar,pharma conference,pharma awards,pharma books,pharma study material,pharma services, pharma news,pharma colleges,pharma acts,sops

Monday, June 8, 2020

SHODH-ScHeme Of Developing High quality research. (STIPAND: 15,000 or 20,000) (GUJARAT AREA)



      ગુજરાત રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે ગુજરાત સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. ગુજરાતના વિદ્યાર્થીમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવવા, પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારનો વધુ એક ઉમદા અને ઐતિહાસિક પ્રકલ્પ : SHODH-ScHeme Of Developing High quality research. આ યોજના અંતર્ગત રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં ગુણવત્તાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને બે વર્ષ સુધી દરમહિને ૧પ,૦૦૦ રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ ઉપરાંત પીએચ.ડી.ના વિદ્યાર્થીને આનુષંગિક ખર્ચ માટે વાર્ષિક ર૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. વર્ષે કુલ બે લાખ રૂપિયા પ્રમાણે સંશોધકને બે વર્ષના અંતે ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ખૂબ જ લાભદાયી અને મહત્ત્વાકાંક્ષી આ યોજનાથી વિદ્યાર્થીમાં સંશોધનની સજ્જતા વધશે. ગુજરાતની જ્ઞાનસંપદામાં બહુલક્ષી વૃદ્ધિ થશે.
    યોજના ના ઉદેશ્ય:
  • ગુજરાત રાજ્યમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રતિ અભિમુખ કરવા આર્થિક સહાય પૂરી પાડવાનો લક્ષ્યાંક
  • જ્ઞાનની તમામ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિયમિત અને પૂર્ણ સમયના સંશોધન માટે પ્રેરણા પૂરી પાડવી.
  • ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સંશોધનની ક્ષમતા અને સીમા વધારવી.
  • ઉદ્યોગો અને સમાજોપયોગી સંશોધનો દ્વારા વૈશ્વિક સ્તરે ઓળખ ઊભી કરવી.
  • સાંપ્રત જરૂરિયાતને પહોંચી વળવા અને અત્યાધુનિક આવશ્યકતાને અનુરૂપ સંશોધનને પ્રોત્સાહન
  • ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવતા અને નવા આયામોને સ્વીકારતા સંશોધનોને પણ પ્રોત્સાહન પૂરું પાડવું.
  • ગુજરાત રાજ્યમાં ઉચ્ચ માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને રાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે સ્કોલર વિદ્યાર્થીઓ નો સમુદાય તૈયાર કરવા
Share:

0 comments:

Post a Comment

Copyright © Pharmagupshup | Powered by Pharmagupshup Hitesh Katariya